CET (કોમન પ્રવેશ પરીક્ષા) ધોરણ-૬
- ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો
૨૩/૦૩/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩
- પરીક્ષા ફી
નિઃશુલ્ક
રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ (GSDS) અને રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) વિવિધ રાજય સરકારની યોજના હેઠળ શરૂ થનાર છે.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) અને મોડેલ સ્કુલ્સ (MS) શાળાઓમાં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવાનું આયોજન છે.
સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (RSS) અને મોડેલ સ્કુલ્સ (MS) શાળાઓમાં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવનાર છે.