Call Letter

GUJCET-2023 Exam

GUJCET REGISTRATION

Gujarat State Gujarat Secondary and Higher Secondary Education Board

Exam  Date:-  03/04/2023 (Monday)

Time :-  10.00 am to 04.00 pm

આ ફક્ત આપની જાણકારી માટે છે. પરીક્ષા નો કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ આવી નથી.

ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી નીચે મુજબ છે
ગુજકેટની પરીક્ષા તા.૦૩/૦૪/૨૦૨૩ ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

GUJCET નો અભ્યાસક્રમ :-
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૨૧૭/૧૦૩૬/૭ તા.રપ/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે.

GUJCET માટે પરીક્ષા માળખું :-        

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

અ.નં.

વિષય

પ્રશ્નો

ગુણ

સમય

ભૌતિકવિજ્ઞાન

૪૦

૪૦

૧૨૦ મિનિટ

રસાયણવિજ્ઞાન

૪૦

૪૦

જીવવિજ્ઞાન

૪૦

૪૦

૬૦ મિનિટ

ગણિત

૪૦

૪૦

૬૦ મિનિટ

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.
-: પરીક્ષાનું માધ્યમ :-
• પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

Note: Information provided free of cost by us is collected from various sources. Users must seek authentic clarification from the respective official sources for confirmation. We will not be responsible for errors in the information provided, or inconvenience to the readers thereon.