ઘોરણ-૧૦ પછીના રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪
ગુજરાત રાજ્યની આણંદ, જૂનાગઢ, નવસારી તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના વિવિઘ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ઘરાવતા ઘોરણ-૧૦માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન પ્રથમ વર્ષ ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માટે
ઓનલાઇન પ્રવેશ અરજીપત્રક તા.૩૦-૦૫-૨૦૨૩ થી તા. ૨૦-૦૬-૨૦૨૩ સુઘી
પોલીટેકનીકમાં ચાલતાં ડિપ્લોમા અભ્યાસક્રમો
- કૃષિ ડિપ્લોમા
- કૃષિ ઇજનેરી ડિપ્લોમા
- ફુડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડિપ્લોમા
- બાગાયત ડિપ્લોમા
- એગ્રો પ્રોસેસીંગ ડિપ્લોમા
- ન્યુટ્રીશન એન્ડ કૉમ્યુનિટી સાયન્સ ડિપ્લોમા
(૨) ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટસ / ફોટોગ્રાફ/સહી વગરે વ્યવસ્થિત વાંચી શકાય તે રીતે સ્કેન કરી
પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
(૩) ૭/૧૨નો અને ૮-અ નો જે શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવાનો છે તે વર્ષની ૦૧-૦૪-૨૦૨૩ અથવા ત્યાર પછીનો દાખલો રજુ
કરવાનો રહેશે. જો જમીનઘારક અને ઉમેદવાર વચ્ચે સંબંઘ પ્રસ્થાપિત થતો ન હોય તો પેઢીનામુ અથવા તે બંન્ને વચ્ચે સબંઘ દર્શાવતું તલાટી કમ મંત્રી / મામલતદાર દવારા જારી કરેલ પેઢીનામું/દાખલો રજુ કરવાનો રહેશે. તેમજ ધોરણ-૧૦ ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને ૭-૧૨, ૮-અ મા દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનુ સોગંદનામુ રજુ કરવાનુ રહેશે.
(૪) દિવ્યાંગજન ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી / સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડેન્ટનું
પ્રમાણપત્ર પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનુ રહેશે. (૫) ઉમેદવાર મોકરાઉન્ડ પછી એક જ વાર ચોઇસ ફીલીંગ બદલી શકશે.
(૩) ૭/૧૨નો અને ૮-અ નો જે શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવાનો છે તે વર્ષની ૦૧-૦૪-૨૦૨૩ અથવા ત્યાર પછીના દાખલો રજુ
કરવાનો રહેશે. જો જમીનઘારક અને ઉમેદવાર વચ્ચે સંબંઘ પ્રસ્થાપિત થતો ન હોય તો પેઢીનામુ અથવા તે બંન્ને વચ્ચે સબંઘ દર્શાવતું તલાટી કમ મંત્રી / મામલતદાર દવારા જારી કરેલ પેઢીનામું/દાખલો રજુ કરવાનો રહેશે. તેમજ ધોરણ-૧૦ ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને ૭-૧૨, ૮-અ મા દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનુ સોગંદનામુ રજુ કરવાનુ રહેશે.
(૪) દિવ્યાંગજન ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી / સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડેન્ટનું
પ્રમાણપત્ર પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનુ રહેશે.
(૫) ઉમેદવાર મોકરાઉન્ડ પછી એક જ વાર ચોઇસ ફીલીંગ બદલી શકશે.
(૬) ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ મેળવ્યા બાદ ઓનલાઇન ફી ભરવાની રહેશે. પ્રવેશ મળ્યા બાદ પ્રવેશ રદ કરવામાં આવે તો ફી પરત મળવા પાત્ર નથી.
(૭) ઉમેદવારને ઓનલાઇન પ્રવેશ મળ્યા બાદ ઉમેદવાર આગળના રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો માત્ર ઓનલાઇન ફી જ ભરવાની રહેશે. ઉમેદવારે કોલેજ ખાતે હાજર થવાનું રહેતું નથી. પ્રથમ ચોઇસની કોલેજમાં પ્રવેશ મળતા વિદ્યાર્થીએ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે.