ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક:- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે સંમતિ પત્ર ફોર્મ ભરવા વિનતી.
GPSSB/202122/10 – Village Panchayat Secretary (Talati cum Mantri) Class-III Village Panchayat Secretary (Talati cum Mantri) Class-III
તલાટી કમ મંત્રીની એક્ઝામ માટે જે ઉમેદવારે ક્ન્ફોર્મેંશન નહી કરે તો તે ઉમેદવાર એક્ઝામ આપી શકશે નહી. જેની દરેક ઉમેદવારે નોધ લેવી.
- ઉમેદવારો માટેની અગત્યની સુચના જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની
જાહેરાત અન્વયે કુલ-૧૭૧૦,૩૬૮ ઉપેદવારો નોંધાયેલ છે. ઉપરોક્ત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭.૦૫.૨૦ર૩ ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે. - અનુભવે જણાયેલ છે કે પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ધા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી,
- તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.૯/૪/૨૦૨૩ના રોજ યોજાયેલ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો સામે માત્ર ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહેલ છે. આમ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટુ રહેલ છે.
- સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો વર્ગખંડો, ઇન્વીજીલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે.