સકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકો માટેના ખાસ શિક્ષકોની જગ્યા(CP, H.L/S., M.D, SLD, I.D/M.R., T.B/ L.V, ASD ની દિવ્યાંગતા કેટેગરી)
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં ખાસ પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં ખાસ પ્રાથમિશિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-ના-૨૦૨૩ (Special Educator) Special Teacher Eligibility Test-II
(Sp.TET-II)-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરેલ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી–૨૦૨૩ (Sp.TET-II-2023)નો કાર્યક્રમ:
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો ૨૩/૦૨/૨૦૨૩ થી ૨૪/૦૩/૨૦૨૩
નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો ૨૩/૦૨/૨૦૨૩ થી ૨૭/૦૩/૨૦૨૩
પરીક્ષાનો સંભવિત માસ એપ્રિલ મે -૨૦૨૩